દાનહ: આજે જ્યારે મોટાભાગના નેતાઓ પ્રજાહિતને છોડી ચુંટણી જીત્યા બાદ પોતાના જ હિતનો વિચાર કરતા હોય એવા માહોલમાં ગતરોજ દાદરા નગર હવેલી સેલવાસમાં સ્વર્ગીય મોહનભાઈ ડેલકરની સમૃદ્ધિના જન કલ્યાણ સેવા સમિતિ દ્વારા જનહિતમાં સેલવાસના તમામ જાહેર સ્થળો પર લોકોને બેસવા માટે બાંકડા વિતરણ કરવાની પહેલ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર દાદરા નગર હવેલી સેલવાસમાં સ્વર્ગીય મોહનભાઈ ડેલકરની સમૃદ્ધિના જન કલ્યાણ સેવા સમિતિ દ્વારા જનહિતમાં સેલવાસના તમામ જાહેર સ્થળો પર લોકોને બેસવા માટે બાંકડા વિતરણની પહેલનું ઉદ્ઘાટન દાદરા ચેકપોસ્ટથી મોહન ડેલકરના પુત્ર અને સેલવાસના યુવા નેતા અભિનવ ડેલકરને હાથોથી કરવામાં આવ્યું હતું બાકડા વિતરણ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાંકવા અને યુવા નેતા અભિનવના સર્મથકોએ ભાગ લીધો હતો.

જન કલ્યાણ સેવા સમિતિના કાર્યકર્તાનું કહેવું છે કે હાલમાં અમે દાદરા પંચાયત અને દાદરા ચેકપોસ્ટ અને અન્ય જગ્યાઓ પર ૩૦ જેટલા બાકડાઓ મુક્યા છે આવનારા સમયમાં અમારું આયોજન સમગ્ર દાદરા નગર હવેલીમાં લોકોના હિત માટે બાકડાઓ મુકવાનું છે અને આ કાર્યની પહેલનો પાયો અભિનવ ડેલકરના હસ્તે અમે નાંખી દીધો છે.