ચીખલી: આજરોજ ચીખલી તાલુકાની કોંગ્રેસ સમિતિ દ્વારા થોડા દિવસો અગાઉ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતને લઈ આજ રોજ ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ચીખલી તાલુકા કોંગ્રેસના શૈલેશભાઈ પટેલની આગેવાનીમાં ચીખલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાની કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ચીખલી તાલુકા કોંગ્રેસના શૈલેશભાઈ પટેલની આગેવાનીમાં ચીખલી મામલતદારને ડાંગના વઘઇના યુવાનોના ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ આપઘાત મામલામાં ન્યાયિક તપાસ અને દોષિતો વિરુદ્ધ કડક પગલાં લઇ મૃતક યુવાનોના પરીવારને ન્યાય મળે એવા ઉદ્દેશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને રેલી પણ કાઢવામાં આવી હતી જુઓ આ વિડીયોમાં..

આ પ્રસંગે નવસારી અને ચીખલી વિસ્તારના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો, હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે ચીખલી તાલુકા પંચાયતમાં ચર્ચાનો માહોલ તંગ બન્યો હતો.