ગુજરાત: વર્તમાન સમયમાં દેશની જેમ ગુજરાત રાજ્યમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે અને હવે કાર અને સ્કૂટર ચલાવવાનું મોંઘુ બન્યું છે ત્યારે ગુજરાતી લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ નજર દોડાવી રહ્યા હોવાનું જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં અનેક ઈલેક્ટ્રીક વાહનો આવ્યા ત્યારે હવે ટીવીએસ મોટર કંપનીએ શનિવારે કોચીમાં પોતાના ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટર લોંચ કરવાની જાહેરાત કરી હતી. ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક એ અર્બન સ્કૂટર છે જે એડવાન્સ્ડ ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેઇન અને નેક્સ્ટ-જનરેશન ટીવીએસ સ્માર્ટ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે આ બાઇક આજથી કોચીમાં 1,23,917 રૂપિયાના ઓન-રોડ ભાવે ઉપલબ્ધ થઈ છે. વેનુએ કહ્યું કે ટીવીએસ મોટર કંપની વર્લ્ડ ક્લાસ ગ્રીન અને કનેક્ટેડ પ્રોડક્ટ્સ ઓફર કરતી ડિજિટલ યુગ કંપનીમાં પરિવર્તન લાવી રહી છે. તેમણે ઉમેર્યું કે ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ ડિજિટલ પ્લેટફોર્મની આસપાસ બનાવવામાં આવી છે જે ગ્રાહકોને સંપૂર્ણ ડિજિટલ રિટેલ અનુભવ પ્રદાન કરે છે. ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક કોઈ પણ ટ્રાન્સમિશન ખોટ વિના ઉચ્ચ શક્તિ અને કાર્યક્ષમતા પહોંચાડવા માટે 4.4 કેડબલ્યુ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે. સંપૂર્ણ ચાર્જ બાદ ૭૫ કિમી એવરેજ આપશે એવું માનવામાં રહ્યું છે.
પરંતું આવા ઈલેક્ટ્રીક વાહનોની કિંમતો ખુબ જ ઊંચી હોવાથી અને આગળ જતાં ડિમાન્ડ વધે ત્યારે ઈલેક્ટ્રીક ચાર્જર સ્ટેશન ઉપર સરકાર ભાવ વધારો કરી દેવામાં આવે તો કેવી પરિસ્થિતિ ઉભી થાય એવા વિચારથી ખચકાટ અનુભવી રહ્યા છે.