ડાંગ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગના જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળ ગીરીમથક સાપુતારા વરસાદી વાતાવરણમાં વિકેન્ડમાં ચિક્કાર જનમેદની ઉમટી હોવાના ચિત્રો જોવા મળી રહ્યા છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે હાલમાં કોરોના મહામારીના અનલોક થતા જ પ્રવાસીઓમાં ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે હિલ સ્ટેશન ગીરીમથક સાપુતારા ખાતે ગઈકાલે અને આજે સવારથી જ હજ્જારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયા છે. અને પ્રાકૃતિક સોંદર્યની મજા માણી પોતાના મનને પ્રફુલ્લિત કરી રહ્યા છે.

હાલમાં ગીરીમથક સાપુતારા છુટા છવાયા વરસાદી ઝાપટા અને ગાઢ ધુમ્મસિયા વાતાવરણમાં નૌકાવિહાર, ઘોડા,ઉટ, સવારી સાથે એડવેન્ચર એક્ટિવિટીમાં ભારે ભીડ જામી છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોવિન્ડ ગાઈડ લાઈનનું પાલન કરાવવા આવી રહ્યું છે.