વાંસદા: નવસારીમાં ગત ૨૧ જુલાઈના દિવસે ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોની શંકાસ્પદ આપઘાત કર્યાની ઘટના બાબતે સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ છે ત્યારે આ ઘટનાની યોગ્ય તપાસ થાય એ માટે આજરોજ વાંસદા BTTS સંગઠન દ્વારા વાંસદા મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના શંકાના આધારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા સુનિલ પવાર અને રવિ જાદવ નામના બે આદિવાસી યુવાનોની ધરપકડ કરી ચીખલી પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા તેમણે બંનેએ ૨૧ જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાં જ હત્યા કરી લીધા હોવાનું પોલીસ જણાવી રહી છે પણ આ યુવાનોનો આપઘાત શંકાસ્પદ હાલતમાં મળતા આ મૃતક યુવાનોને અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે BTTS સંગઠન ન્યાય મળે ત્યાં સુધી લડત લડવાની આજરોજ આવેદનપત્ર આપી પહેલ કરી છે.
આ પ્રસંગે વાંસદા BTTSના પ્રમુખ પ્રમુખ મહેન્દ્રભાઈ. ઉપપ્રમુખ પ્રમુખ નરેશ ભાઈ, મહા મંત્રી નવસારી અમરત ભાઈ, મહા મંત્રી, ઉપ પ્રમુખ વાંસદા ભરત ભાઈ વાંસદા શિવરામ ભાઈ, યુવાન પ્રમુખ વાંસદા રાકેશ ભાઈ, મિડિયા પ્રભારી મહેન્દ્રભાઈ સાથે અન્ય BTTS કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

