વઘઈ: ગતરોજ ૨૧ જુલાઈના દિવસે ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોએ જે ગળે ફાંસો ખાઈ શંકાસ્પદ આપઘાત કરવાની જે ઘટના બહાર આવી હતી તે બાબતે દક્ષિણ ગુજરાતના ગુજરાત BTTS ના મહામંત્રી પંકજ પટેલ અને તેમની ટીમે આ યુવાનોના પરિવારની મુલાકાત લઇ હિંમત સાથે દરેક પરિસ્થિતિમાં સાથે ઉભા રહેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
Decision Newsને મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ ગુજરાત BTTS ના મહામંત્રી પંકજ પટેલ નવસારી જિલ્લા BTTS ના જિલ્લા પ્રમુખ પંકજ.સી.પટેલ BTP પાર્ટીના જિલ્લા પ્રમુખ નાનુભાઈ પટેલ તેમજ તમામ તાલુકાઓના BTTS/ BTP પાર્ટીના પ્રમુખો સહિતના આગેવાનો તેમજ કાર્યકરોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ઘટનામાં મૃત્યુ પામેલા સુનીલ પવાર તેમજ રવી જાદવ ના પરિવારની મુલાકાત કરી દુઃખમાં સહભાગી બની બંને પરિવારોને ન્યાય અપાવવા માટે સાથે લડતમાં ભાગીદાર રહેવાનું વચન આપ્યું હતું.
પંકજ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે ચીખલી પોલીસ સ્ટેશનમાં સુનીલ પવાર તેમજ રવી જાદવ સાથે જે ઘટના બની છે BTTS સંગઠન અને BTP બનેલ બનાવની ઘોર નિંદા કરે છે ચીખલી પોલીસની આ પ્રકારની કામગીરીને સહી નહિ લેવાય આજે અમે આ મૃતક આદિવાસી યુવાનોના પરિવારની મુલાકાત કરી એમના દુઃખમાં સહભાગી બની બંને પરિવારોને ન્યાય અપાવવા માટે આશ્વાસન આપ્યું તેમજ ઝોળી ફાળો કરી ફૂલ નહિ તો ફુલની પાંખડી રૂપે બંને પરિવારને આર્થિક સહાય આપી છે.