ડેડિયાપાડા: દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આજરોજ પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં 757 માંથી 647 શિક્ષકોએ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચુંટણીના પરિણામમાં તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડેડીયાપાડા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પટેલ Decision Newsને જણાવે છે કે ડેડીયાપાડા તાલુકામાં આજરોજ પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં 757 માંથી 647 શિક્ષકોએ મત આપ્યા હતા જેમાં એકતા પેનલ અને સહકાર પેનલ વચ્ચે રસાકસી રહી હતી. જેમાં એકતા પેનલના ત્રણ સભ્યો અને સહકાર પેનલના બે સભ્યો વિજેતા થયા હતા.
પ્રાથમિક શિક્ષક સંઘમાં એકતા પેનલના પ્રમુખ તરીકે રમણ ચૌધરી, ઉપપ્રમુખ માનું વસાવા, ખજાનચી ટવરસિંગ વસવા જયારે સહકાર પેનલમાંથી મંત્રી સુરેશભાઈ અને સહમંત્રી રાયસિંગભાઈ વગેરેના નામો ઘોષિત કરવામાં આવ્યા છે આમ સમગ્ર પ્રાથમિક શિક્ષક સંઘમાં ચુંટણી બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.