વાંસદા: હાલમાં ચોમાસું બેસી ગયું છે પણ કેરીની સિઝન પૂર્ણ થઇ નથી આપણા વિસ્તારના મોટાભાગના આદિવાસી લોકો પવન અને વાવાઝોડા કે કેરી બેડતાં નીચે પડેલી કેરીને આપણે નકામી ગણીને ફેંકતા નથી પણ આ વેસ્ટ કેરીમાંથી બેસ્ટ આચાર બનાવતા હોય છે તેને આંબોળિયું કહે છે.
યોગેશભાઈ Decision Newsને જણાવે છે કે મોટાભાગના આદિવાસી લોકો વેસ્ટ કેરીમાંથી બેસ્ટ આચાર બનાવતા હોય છે પહેલા પડેલી કેરીને ભેગી કરવામાં આવે છે ત્યાર બાદ આ કેરીને છોલી અને તેની પાતળી ચીરી( ચિપ્સ) પાડીને તેમાં મીઠું અને હળદર નાંખી તડકે સૂકવીને કડક કરવામાં આવે છે. હવાચુસ્ત પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિક પાત્ર કે કાચની બરણીમાં આ ચિપ્સનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. આદિવાસી સમુદાયનાં લોકો ભાજી,ભીંડા, સુકી મેથી, કાંદા (ડુંગળી) અને ખાસ વાલની દાળનાં શાકમાં મિક્ષ કરીને બનાવવામાં આવે છે.
તેમનું કહેવું છે કે આ કેરીની સુકાયેલી ચિપ્સનો ચટપટો સ્વાદ આદિવાસીઓના નાના બાળકોને ખુબ જ પસંદ છે તે ખુબ જ ખુશીથી તેને ખાય છે. આ ચિપ્સ એટલે કે આંબોળિયાને મિક્સરમાં ક્રશ કરી સ્વાદાનુસાર સંચળ નાંખીને આમચૂર પાવડર પણ બનાવી શકાય છે. આમચૂર પાવડરચનો આદિવાસી લોકો ગૃહ ઉદ્યોગ પણ કરી શકે છે.