વાંસદા: હાલમાં ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના આવવાથી રાજકારણમાં ઉલટ-ફેર થવા લાગ્યું છે કોંગ્રેસ-ભાજપમાંથી તો કાર્યકર્તા તો આપમાં જોડાય જ રહ્યા છે પણ આજે વાંસદાના આદિવાસી સમાજના પ્રમુખ ચિરાગ પટેલ પણ ‘આપ’માં જોડાયા છે
Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ ડાંગ જિલ્લાના સાકળ પાતાળ ગામ ખાતે દક્ષિણ ગુજરાતના સહ સંગઠન મંત્રી જે .ડી કીકાણીની હાજરીમાં ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી મનીષ માકરણાના હાથે ચિરાગ પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આ સમયે ‘આપ’ના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી ચિરાગભાઈ પટેલ ડાંગની ૧૭૩ વિધાનસભાની ચુંટણી અપક્ષના ઉમેદવાર તરીકે લડી ચુક્યા છે અને એક યુવા લીડરની સાથે સાથે સ્થાનિક રાજકારણમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતા છે. આવનારા સમયમાં ૨૦૨૨માં ગ્રામ પંચાયતોની ચુંટણી આવી રહી છે ત્યારે શ્રી ચિરાગભાઈ પટેલનું આપમાં જોડાવું સ્થાનિક રાજકારણને ગરમાવશે એ તો નક્કી છે.

