ડાંગ: આજરોજ બહુજન સમાજ પાર્ટીમાં ડાંગ જિલ્લામાં બીજેપી કોંગ્રેસ પાર્ટીના પ્રચાર પ્રસારકોએ બસપા પાર્ટી પ્રમુખ આગેવાની હેઠળ મહેશભાઈ આહિરે અધ્યક્ષતામાં ૭૦ મોટી સંખ્યામાં યુવા યુવતીઓ વડીલો બહુજન સમાજ પાર્ટીના વિચાર સાથે સહમત રહીને ખેસ ધારણ કર્યો.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં ડાંગમાં રાજકારણ ગરમાયું છે ત્યારે રાજકારણીઓ સત્તામાં આવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં મંડી પડયા છે આજરોજ ડાંગ જિલ્લાના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી હતી આજે બીજેપી કોંગ્રેસ પાર્ટીના પ્રચાર પ્રસારકો એટલે ૭૦ જેટલા યુવક- યુવતીઓ અને વડીલો કાર્યકરોએ બહુજન સમાજ પાર્ટીના વિચાર સાથે સહમત રહીને ખેસ ધારણ કર્યા હતો.

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિરે જણાવ્યું કે દેશમાં માત્ર એક જ પાર્ટી વિકાસમાં પાછળ છૂટેલા ઉદ્ધાર કરશે બહુજન સમાજ પાર્ટી આપણા સમાજ માટે હંમેશા લડત ઉપાડશે એ નક્કી છે.