ધનબાદ: કોરોના કાળમાં હજારો લોકોની મદદ કરી મસીહા બનેલા સોનૂ સુદએ હાલમાં જ તાજેતરમાં ધનબાદના આંતરરાષ્ટ્રીય શૂટર કોનિકા લાયકને 2.5 લાખ રૂપિયાની જર્મન રાઇફલ મોકલ્યાના સમાચાર મળતા જ મીડિયામાં વાહવાહી થઇ રહી છે.

મળતી માહિતી પ્રમાણે ધનબાદનની આંતરરાષ્ટ્રીય શૂટર ખેલાડી કોનિકાની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે પોતાની રાઇફલ ખરીદી શકે એટલે તે પોતાના મિત્રો પાસે રાઇફલ્સ માંગીને ટૂર્નામેન્ટોમાં ભાગ લેતી હતી પરંતુ 10 માર્ચે સોનુ સૂદે ટ્વિટ કરીને કોનિકાને રાઇફલ આપવાનું વચન આપ્યું હતું. કોનિકાએ જણાવ્યું કે 24 જૂને આ રાઇફલ તેની પાસે આવી ગઈ હતી.

https://twitter.com/SonuSood/status/1408725635099336706?s=20

કોનિકાના જણાવ્યા અનુસાર, તેમણે રાઇફલ માટે ઘણા મંત્રીઓને સ્થાનિક સાંસદ અને જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરી હતી પરંતુ કોઈએ મદદ કરી ન હતી. આ પછી, સોનુ સૂદ દ્વારા લોકોની સતત મદદ જોઇને તેણે ટ્વિટ પર અભિનેતાની મદદ માંગી. સોનુ સૂદે રાઈફલ આપવી હતી. રાઈફલ મળ્યાની ખુશી કોનિકાના ચહેરા પર જોવા મળી હતી. આ મદદ જોઇને કોનિકા ભાવુક બની હતી.