દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ભરૂચ: ગતરોજ ICDS કચેરીમાંથી બાલવાડીના બાળકો માટે ફળવાતો THR- ટેક હોમ રાશનના પેકેટનો જથ્થો બારોબાર ભેસોના ચારા માટે ભરવાડોને પહોંચાડવાના કૌભાંડમાં ભરૂચ તાલુકા પોલીસે 3 આંગણવાડી વર્કરની ધરપકડ કર્યાનું સામે આવ્યું છે.

Decision Newsને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દયાદરા ગામની સીમમાં રહેતાં ભરવાડોના ઝૂપડામાંથી બાલવાડીના બાળકો માટે ફળવાતાં રાશનના પેકેટનો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ભરૂચ તાલુકા પંચાયતના ICDS કચેરીમાંથી ફળવાતો જથ્થો આંગણવાડી વર્કર તરીકે જ ફરજ બજાવતી કેટલીંક મહિલાઓ દ્વારા તેમની પાસે પહોંચતો જથ્થો તેમના વિસ્તારની બાલવાડીના બાળકોને નહીં પહોંચાડી બારોબાર વેચી દેતી હતી આ રેકેટમાં 21 જેટલી આંગણવાડી વર્કરો સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ તાલુકાના ઇન્સ્પેક્ટર પી. એસ. ગઢવી આ સમગ્ર ઘટના વિષે સુત્રને જણાવે છે કે હાલમાં 18 આંગણવાડી વર્કરોની સંડોવણી હોવાનું તપાસમાં જણાય રહ્યું છે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 ભરવાડ, બે ટેમ્પો ચાલક તેમજ 3 આંગણવાડી વર્કર મળી કુલ 10 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બાબતે ડીડીઓ અને કલેક્ટર જાણ કરી તેમની પણ કાયદાકીય કાર્યવાહી કરવા મંજૂરી મેળવી લીધી છે.