વાંસદા: વર્તમાન સમયની કોરોના પરિસ્થિતિના કારણે દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસર ઊભી થઇ છે હાલમાં વાંસદાના સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવો સાતમાં આસમાને છે સતત મોઘવારી વધી રહ્યાના કારણે લોકોનો કકળાટ તમે શાકભાજી માર્કેટમાં તમે જોઈ શકો છો
Decision News દ્વારા વાંસદા શાકભાજી માર્કેટની લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું કે દરેક શાકભાજીમાં ૨ ગણો વધારો જોવા મળે છે આ શાકભાજીમાં થયેલા વધારાથી સ્થાનિક ગૃહિણીઓનું બજેટ ખોરવાયી ગયું છે હોવાના કારણે શાકભાજી ખરીદતી વખતે ગૃહિણી અને વેપારી વચ્ચે ભાવતાલની નોકઝોક આપણને મોઘવારીના કારણે વધી રહેલી મુશ્કેલીઓ વાકેફ કરાવે છે. હાલમાં મોઘવારીમાં શાકભાજીના ભાવ આસમાને હોવાના કારણે વાંસદા તાલુકાના ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં રોજબરોજની દરેક વસ્તુઓના જેમકે ઇંધણ, ખાદ્ય તેલના ભાવ અને હવે શાકભાજી ટામેટા, ગવાર, મરચા, કોબીજ, કોથમીર, ફ્લાવર, ભીંડા, ચોળી, દુધી, આદુ, પરવર, કંકોડા મેથીની ભાજી, ફુદીનોના ભાવોમાં મહત્તમ શાકભાજી દીઠ ૧૦૦ થી ૧૨૦ પ્રતિ કિલોએ જેટલો ધરખમ ભાવ વધારો હાલમાં વાંસદા માર્કેટમાં જોવા મળી રહ્યો છે.