ડિસીઝન વિશેષ: ગુજરાતમાં આમ આદમી પક્ષ આવ્યાના એંધાણ થઇ ગયા છે આપના આવવાથી ગુજરાતમાં મતોનું વિભાજન થવાનું છે એ નક્કી છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ પાસે અમુક ૨૦-૨૫ ટકા મતો એવા છે જે કોઈ પણ સ્થિતિમાં પોતાના પક્ષને વફાદાર રહશે. જે કાયમી તેમની સાથે નથી એવા મતદારો જો આમ આદમી પક્ષ લઈ જાય તો પણ આપને ગુજરાતમાં સરકાર બનાવવા ૧૦૮ બેઠકો નહિ મળે

આ સંજોગોમાં જો આમ આદમી પક્ષ સરકાર ન બનાવી શકે તો કોંગ્રેસ પણ સરકાર બનાવી શકે તેમ નથી આમ છેલ્લે ફાયદો ભાજપને જ મળશે કેમ કે ગુજરાતમાં હાલની પરિસ્થિતિ જોતા જે ભાજપથી નારાજ મતો હતા તે અત્યાર સુધીના સમીકરણો કહેતા હતા કે એ મતો કોંગ્રેસ તરફ જશે પણ હવે રાજ્યમાં ત્રીજો પક્ષ આમ આદમી પક્ષ આવી જવાના કારણે એ મતો તેમાં જશે. જો આમ થાય તો ૨૦૨૨માં ફરી એક વખત પાતળી બહુમતીએ પણ સરકાર તો ભાજપની જ રચવાની સંભાવના ગુજરાતના રાજનીતિજ્ઞો લગાવી રહ્યા છે.

હાલમાં ભાજપની સરકાર તોડ-મોડ-જોડની રાજનીતિ કરી રહી છે એ જોતા લાગે છે કે અત્યારે જો ધારાસભ્યોને ખરીદવાની તાકાત તો ભાજપના નેતાઓ પાસે છે જ ! જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્વતંત્ર રીતે સરકાર ન બનાવી શકે તો તે ગુજરાતમાં ભાજપની સરકાર બનાવવામાં મદદ કરશે એવું ગણિત માંડી શકાય. જો આમ આદમી પક્ષ ખરેખર ગુજરાતમાં ભાજપની સરકાર ન આવવા દેવાની તરફેણમાં હોય તો કોંગ્રેસ અને તેના ઉમેદવારો અંગે સમજૂતિ કરી લેવી તે એક માત્ર વિકલ્પ બની શકે