વાંસદા: વાંસદાના તાલુકાના વણારસી ચાર રસ્તા પાસે આજ રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત થતાં બંને મોટરસાઈકલ ચાલકો અને સવાર વ્યક્તિઓને ગંભીર ઈજા થવાની ઘટના પ્રકાશમાં આવતાં વેત સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.
Decision Newsને સ્થાનિક જાગૃત નાગરિક કેયુર પટેલે આપેલી માહિતી મુજબ આ અકસ્માતની ઘટના વાંસદાના વણારસી ફાટક પાસે આજરોજ સવારે ૧૦ વાગ્યે G-J-21-P-8816 નંબરની અને GJ-19-H-3390 નંબરની બંને મોટર સાઈકલ વચ્ચે થયો હતો જેમાં બન્ને મોટરસાઈકલ ચાલકો અને એના પર સવારને પણ ઈજા પોહચી છે આ અકસ્માત વિષે ૧૦૮ને જાણ કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
હાલમાં આ અકસ્માતની ઘટનાની વિશેષ તપાસ પ્રક્રિયા ચાલુ છે વધુ માહિતી પોલીસ સુત્રો પાસેથી તેમની તપાસ બાદ જાણવા મળશે