મહુવા: રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ મોટા પ્રમાણમાં ઘટિત થઇ રહી છે ત્યારે ગતરોજ મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી બુધવારે બપોરે પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વંટોળ ઉઠયો છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર સુરત જિલ્લાના મહુવા તાલુકાના વેલણપુર ગામે બુધવારના રોજ ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ નવસારી જિલ્લાની 16 વર્ષીય સગીર પ્રેમિકા સાથે એક્ટિવા મોપેડ પર અંબિકા નદી પર આવ્યા હતા. ત્યાં સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યાના અરસામાં વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે આત્મહત્યા કરવા છલાંગ લગાવી દીધી હતી. જુઓ આ વિડીઓ માં…

હાલમાં બંનેનું સ્થળ પર જ તેમનું મોત થયાની જાણકારી છે. પુલ પરથી ઝંપલાવ્યા પહેલા યુવાને સ્યુસાઈડ નોટ સગીરાને ટેગ કરી સોશિયલ મિડિયા પર પણ અપલોડ કરી હતી ઘટના સ્થળેથી પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું અમે અમારી મરજીથી સ્યુસાઈડ કરતા છે અને મારી મમ્મીને અમારાથી બો પ્રોબ્લેમ છે સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવુ કઈ જ દિધેલુ હતુ કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરતા છે.