નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહા બીમારીની કોઈ પણ ભાવિ લહેર બાળકોના આરોગ્ય ઉપર ગંભીર રીતે અસર પાડશે એવી ભારતમાંથી કે બહારના દેશોમાંથી, ક્યાંયથી કોઈ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ નથી એવું દિલ્હીની AIIMS સંસ્થાના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ખુલાસો કર્યો છે.

ડો. રણદીપ ગુલેરિયાનુ કહેવું છે કે કોરોનાની હવે પછીની લહેર બાળકોને ગંભીર રીતે બીમાર પાડી દેશે એવી જે માહિતી ફેલાઈ છે એ સાવ ખોટી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જે બાળકોને રોગનો ચેપ લાગ્યો હતો તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા એમાંના 60-70 ટકા બાળકો ન તો કો-મોર્બિડિટીઝ હતા કે ન તો એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી. એ બધા તંદુરસ્ત બાળકો જ હતા અને હળવી બીમારી બાદ સાજા થઈ ગયા હતા.

હવે ત્રીજી લહેરને દેશના અન્ય ડોક્ટર દ્વારા કરવામાં આવેલી અને હાલમાં દિલ્હીની AIIMS સંસ્થાના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની ભવિષ્યવાણી બંને માંથી કોણ સાચું જણાવી રહ્યું છે તે તો આવનારા સમયની ત્રીજી લહેર જ બતાવશે.