ડેડીયાપાડા: આજરોજ ભરૂચના વાલિયાના ચંદેરિયાના પઠાર ખાતે વ્હાઇટ હાઉસ  ડેડિયાપાડાના ધારાસભ્ય અને BTS/ BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઇ છોટુભાઇ વસાવાની અધ્યક્ષતામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP અને ભીલીસ્થાન ટાઈગર સેના B.T.S જિલ્લા પ્રમુખો સાથે ભીલીસ્થાન ટાઈગર સેનાના નવા નામ કરણ માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગુજરાતના અને અન્ય રાજ્યોના BTP અને ભીલીસ્થાન ટાઈગર સેના B.T.S જિલ્લા પ્રમુખો સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિડીયો કોન્ફરન્સ BTP અને B.T.S  નવા નામ બાબતે અલગ અલગ પ્રસ્તાવો આવ્યા. અને ત્યાર બાદ પ્રમુખો દ્વારા આ બાબતે વિચાર-વિમર્શ કરી કરવામાં આવેલા પ્રસ્તાવો પર સર્વાનુમતે BTSનું નવું નામ BTTS ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાનું નામ રાખવામાં આવ્યું

નવસારીના BTSના પ્રમુખ પંકજ પટેલ Decision Newsને જણાવ્યું કે BTSનું નવું નામ કરણ કર્યાનું મુખ્ય કારણ ભારતમાં કુલ ૬૭૪૩ જાતીઓ આદીવાસીઓની છે. જે અલગ અલગ વિસ્તારનાં નામથી અને અલગ અલગ જાતીઓનાં નામથી ઓળખાય છે. ભારતીય સંવિધાનમાં આપેલ શિડ્યુલ ૫ અને ૬ની સંવિધાનિક લડત, આંદોલન અને અન્યાયો સામે લડત આપવા માટે “ભારતીય” નામ રાખી આખા ભારતના આદિવાસીઓની સાથે સંકળાયને ચાલવા માટે BTSના નામમાં સુધારો કરી BTTS ભારતીય ટ્રાયબલ ટાયગર સેના નક્કી કરવામાં આવ્યું. તેમનું કહેવું છે કે આ નવા નામમાં દરેક ભારતીય આદિવાસીની એકતાને અખંડિતતાની ઝલક દેખાશે.