પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાત: કોરોના કપરા સમય વચ્ચે આજથી શાળાના નવા શૈક્ષણિક સત્રના પહેલા દિવસે સામાન્ય રીતે ગુજરાતમાં નવા સત્રના પ્રથમ દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવા ધોરણનો પરિચય અને રમત સાથે ગમ્મત કરવામાં આવે છે પણ કોરોનાની મહામારીની પરિસ્થિતિના કારણે આજે શહેરની મોટાભાગની સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન વેક્સિનના જ્ઞાન આપવામાં આવ્યું હતું.

Decision Newsને વાંસદાના સ્કૂલના શિક્ષકોએ ઓનલાઈન વિદ્યાર્થીઓને વેક્સિન લેવા પ્રેરણા આપી વેક્સિનના લાભા-લાભથી માહિતગાર કર્યા હતા. કોરોના મહામારીના કારણે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી શિક્ષકો જણાવે છે કે ધો.3 થી 12ના વિદ્યાર્થીને આજથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવા જણાવવામાં આવ્યું છે.

આજથી શાળામાં નવું ઓનલાઈન સત્ર શરૂ થયું છે. ત્યારે કોલેજના આચાર્ય, શાળાના શિક્ષકોની અભ્યાસ કરતા વિદ્યાર્થીને અપીલ છે કે કોરોના મહામારી સામે રક્ષણ આપતી વેક્સિન નજીકના કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવી અવશ્ય લેવા અપીલ કરી છે. ઉનાળા વેકેશન બાદ ફરી વિદ્યાર્થીને સ્કૂલના બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો જો કે શિક્ષકોને સ્કૂલે આવવાનું નક્કી થયું છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here