સુરત: દક્ષિણ ગુજરાતમાં ફરીથી ખેલાયો ખુની ખેલ ! ગતરોજ સુરતના મોટી વેડ ગામમાં તાપી નદીના કિનારે આવેલા મંદિર પાસે આશરે 25 વર્ષીય યુવકને 15 જેટલા તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી સાળાએ બનેવીને મોતને ઉતારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે કમલેશ નામના યુવકના લગ્ન થઇ ગયા હતા પણ તે કોઈ કામધંધો કરતો ન હતો અને વારંવાર પત્નીને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતો હતા આ બાબતને લઈને એમના સાળા કાલુને ખુબ જ દુઃખ થતું તેથી કંટાળીને બનેવી કમલેશને દારૂની પાર્ટી આપી હત્યાનું આયોજન બનાવ્યું હતું ત્યાર બાદ ગતરોજ જેમાં મિત્રોની મદદ લઈને દારૂના નશામાં ચૂર બનેલા બનેવીને કાલુ અને એના મિત્રોએ પેટમાં 7 અને પીઠમાં 8 ઘા મારી હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા

PI RC વસાવાનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં કમલેશની હત્યા પાછળ પારિવારિક ઝગડો કારણભૂત હોવાનું હાલમાં બહાર આવ્યું છે.કમલેશ હત્યા કેસમાં હાલ 3 આરોપી પકડાયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે