વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના વિસ્તારનાં ગામડામાં મેઘરાજાની વરસાદી માહોલની બેટીંગની શરૂવાત થતાં સમગ્ર પંથકમાં શીતલહેર છવાતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેર અને ખેડૂતો ચોમાસાની શરૂવાત થયાની આગાહી કરવામાં લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે વાંસદાના ગામોમાં જૂન મહિનાની આસપાસ જ વરસાદી માહોલ જામ્યો હતો તેથી સ્થાનિક ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીની લહેરો તો જોવા મળતી જ હતી. હાલમાં પણ વાંસદાના ખેડૂતોની અપેક્ષા છે કે આ વખતે ચોમશે વહેલું આવશે અહીના સ્થાનિક વરસાદી ખેતી ખેડૂતો માટે વહેલા ચોમાસાની આગાહીએ અંતરમનમાં આનંદ બાહરી દીધો છે.
વાંસદા વિસ્તારના કુદરતી સૌંદર્યના જોવા લાયક સ્થળો પણ સોળે કળાએ ખીલવાની શરૂવાત કરી દીધી છે આમ વરસાદી માહોલમાં ધીમે ધીમે પ્રકૃતિ પ્રેમીઓ કુદરતી સૌંદર્યને માણવા આવવાનું ચાલુ કરી દેશે વાંસદા તાલુકાની ખુબસુરતી વધારતા આ પર્યટન સ્થળો આ વરસાદી માહોલમાં મનમોહક બની જતા હોય છે જે વ્યક્તિઓને આહલાદક અનુભૂતિ કરાવે છે.

