ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના કાકડવેલ ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલ એક મહિલા સહિત છ-જેટલા વ્યક્તિઓની અને ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂ.૪૭,૩૦૦ નો મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા ધરપકડ કાર્યની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ચીખલી પોલીસે પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકના કાકડવેલ ગામના વડ ફળીયા ખાતે ગમનભાઈ માધુભાઈ પટેલના ઘરના આગળના ભાગે લાઈટના અજવાળામાં ગોળ કુંડાળું કરી હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા સવિતાબેન ગમનભાઈ પટેલ, ગમનભાઈ માધુભાઈ પટેલ, બિપિન નગીનભાઈ પટેલ, હાર્દિક નિલેશભાઈ પટેલ ઉમેશ ધો.પટેલ આ ચારેય કાકડવેલ વડ ફળીયા અને ઉમેશ પટેલ કાકડવેલ નિશાળ ફળીયા તા.ચીખલીના રહેવાસી અને અરવિંદ નગીનભાઈ પટેલ સુખાબારી વણઝાર ફળીયા તા.વાંસદાના રહેવાસીને ગંજીપાના રમતા રંગે હાથ પકડાઈ ગ્યા હતા. પોલીસની રેડ જોઈ કાકડવેલ વડ ફળીયા અજય ભગુભાઈ અને જીતેન્દ્ર મોહનભાઇ પટેલ સારવણી આ વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા છે.
ચીખલી પોલીસની આ રેડમાં રોકડા રૂપિયા ૫,૬૦૦, દાવ ઉપરના રૂ.૧,૨૦૦, એક મોબાઈલ કિં.રૂ.૫૦૦ અને ત્રણ જેટલી મોટર સાયકલ જેમાં સ્પેલન્ડર પ્લસ જીજે-૨૧-કયું-૮૫૩૧, હીરો હોન્ડા ડીલક્ષ જીજે-૨૧-એન-૨૮૪૧ તેમજ એક નંબર વગરની સ્પેલન્ડર મોટર સાયકલ ત્રણેયની કિં.રૂ.૪૦,૦૦૦ જેટલો કુલ રૂ.૪૭,૩૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ હે.કો-પ્રવીણભાઈ કારૂભાઈ કરી રહ્યા છે.

