સુરત: ગતરોજ વર્ષોથી ગ્રામ પંચાયતનો શાસિત કઠોર ગામની વિવેક નગર કોલોની આ વર્ષે જ સુરત મહાનગર પાલિકામાં સમાવેશ કરતાં આ ગામમાં પીવાના પાણીને લઈને પનોતી લાગી ગઈ હોય એવા દ્રશ્યો બહાર આવતાની સાથે જ ચર્ચા વંટોળ ઉઠયો છે.
Decision Newsને મળેલી જાણકારી અનુસાર હાલમાં સુરતના સુરત મહાનગર પાલિકામાં જોડાણ થયેલી કઠોર ગામની વિવેક નગર કોલોની જ્યાં મોટાભાગની આદિવાસી લોકોને પીવાના પાણીની અંદર ગટર લાઇનનું દૂષિત પાણી કારણે સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે અત્યારે હાલ એક અઠવાડિયાથી રોગચારો ફાટી નીકળ્યો છે જેમાં ૫૦થી વધુ માણસોને અસર થવા પામી છે જેમાંથી ૫ થી ૬ વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે જેમાં સંવેદનશીલ વાત છે કે એક ૫ વર્ષીય માસૂમ બાળક પણ મૃત્યુ પામ્યું છે.
પીવાના પાણીની અંદર ગટર લાઇનનું દૂષિત પાણીને લઈને એક વર્ષથી ઓનલાઇન અને ઓફિસમાં જઈ રજૂઆતો કરવામાં આવી રહી છે પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી. દુષિત પાણી પીવા કારણે માસૂમ બાળક પણ મૃત્યુ થવાના કારણે મામલો ગરમાયાના કારણે હવે બાળકના આદિવાસી પિતાને મહાનગરપાલિકાના ગુંડા પ્રકારના અધિકારીઓ ધાક-ધમકી દબાણ આપી કેસને રફેદફે કરવા દબાણ કરી રહ્યા છે. જેથી લોકોની માંગ ઉઠી છે કે સુરત મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવામાં આવે.