નવી દિલ્લીઃ સોશલ મીડિયાની વાત આવે ત્યારે Google ને સેફ અને પ્રતિસ્થિત માનવામાં આવે છે.એ જ કારણ છેકે, દુનિયાભરમાં લોકો ગૂગલ પર પોતાના ફોટો અને વીડિયો સ્ટોર કરીને રાખતા હોય છે.

Google ફોટોઝની શરૂઆત 6 વર્ષ પહેલા 25 મે 2015ના રોજ થઇ હતી. આ ફોટો શેરિંગ અને સ્ટોરેજ સર્વિસ હતી. ત્યારથી આ સેવા બધા જ યુઝર માટે ફ્રી રાખવામાં આવી હતી. જેના પર તમે હાઇ ક્વોલિટી ફોટોઝ અને વીડિયો અપલોડ કરી શકતા હતા. હવે તમારે આ સ્પેસનો વપરાશ કરવા માટે Google વનનું સબસ્ક્રિપ્શન લેવું પડશે.

Google જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે. જોકે, હવે 1 જૂનથી ગૂગલ નવા નિયમો લાગૂ કરી રહ્યું છે. જેના કારણે હવે આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. ગૂગલ આ સેવાઓ માટે આજથી શુલ્ક લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના નિર્ણય અંગે જાહેરાત કરી દીધી છે. ત્યારે મોટો સવાલ એ થાય છેકે, શું ગૂગલ પર અપલોડ કરાયેલા ફોટા હવે ડીલીટ થઇ જશે?.

જે યુઝર્સેGoogle ફોટો પર 15 GBથી ઓછુ મીડિયા કન્ટેન્ટ સ્ટોર કર્યુ છે તેમને ચિંતા કરવાની જરૂર નથી. તેનાથી વધારે કન્ટેન્ટ સ્ટોર કર્યુ છે તે લોકોએ પહેલાથી જ પોતાના વીડિયો અને ફોટોઝનું બેકઅપ લેવાનું શરૂ કરી દીધુ હતુ.

Google વનના સબસ્ક્રિપ્શન પ્લાન અનુસાર 100GBના સ્ટોરેજ માટે તમારે 1499 રૂપિયા વાર્ષિક ભરવા પડશે. તમે ઇચ્છો તો મંથલી પ્લાન પણ લઇ શકો છો. મંથલી તમારે 149 રૂપિયાનું રિચાર્જ કરવુ પડશે. જો તમે વધારે ડેટા સ્ટોર કરો છો તો તમારી પાસે 200 GBનો પ્લાન પણ હશે તેમાં તમે 2199 રૂપિયા ભરીને સબસ્ક્રાઇબ કરી શકો છો.