ડાંગ: આજરોજ સુબીર તાલુકામાં વર્તમાન સમયમાં વણઉકેલ્યા પ્રશ્નો જેમ કે સુબિર ખાતે સ્મશાન ભૂમિ, નેટવર્ક માસ્કના દંડ અને શિક્ષિત યુવા બેરોજગાર જેવાનું ઝડપથી નિરાકરણ લાવવા ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટી સુબિર તાલુકા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી વિગતો પ્રમાણે હાલમાં પણ સુબિર તાલુકાના સ્થાનિક સ્તરે સ્મશાન ભૂમિ, નેટવર્ક માસ્કના દંડ અને શિક્ષિત યુવા બેરોજગાર મુદ્દાઓનું નિરાકરણ સ્થાનિક વહીવટીતંત્ર લાવવામાં નિષ્ફળ દેખાય છે સુબીરના યુવાનોનું કહેવું છે કે આમાં વહીવટીતંત્ર ક્યારે જ ધ્યાન આપ્યું નથી આજના ટેકનોલોજી યુગમાં પણ અમે શિક્ષણનું કે અન્ય કોઈ કામ કરી શકતા નથી આ ઉપરાંત આરોગ્યની સ્થિતિ પણ સાવ કથળેલી અવસ્થામાં છે. અને લોકડાઉન દરમિયાન સ્થાનિક પોલીસે માસ્કના દંડની આડમાં આ ગરીબ બેરોજગાર લોકોને આર્થિક ભીસમાં મૂક્યા છે.

સુબીરના અંતરિયાળ ભોળા આદિવાસી વિસ્તારમાં રસ્તામાં પણ જુનો માલ પથારી કામોમાં વેઠ ઉતારી દેવામાં આવે છે એમાં જે ચોમાસું આવતા જ આ રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જતા હોય છે આવી અનેક સમસ્યાઓ તરફ કાર્યરત વહીવટીતંત્રને ધ્યાન દોરવા આજરોજ બહુજન સમાજ પાર્ટી સુબિર તાલુકા તરફથી આવેદન આપી જાણ કરેલ છે બસપાનું કહેવું છે કે સુબીર તાલુકાના ઊંઘતા વહીવટીતંત્રને સ્થાનિક કામો કરાવવા આંદોલન જરૂરી છે અને જો કામો આવનારા ૧૫ દિવસમાં ન થાય તો બસપા દ્વારા આંદોલન પણ કરવામાં આવશે.