વાપી: આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી તાલુકા મંડળની બેઠક વાપી તાલુકાના પ્રભારી અને તાલુકા પ્રમુખની ઉપસ્થિતમાં આરોગ્ય કેન્દ્ર તંબાડી ડૉકટર સુપ્રિમટેન્ડનને ઓક્સિજન માપવાનું ઓક્સીમીટર આપવામાં આવ્યા હતા તેમજ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જતા લોકોને માસ્ક આપવામાં આપ્યા હતા.
આ પ્રસંગે વાપી તાલુકાના પ્રભારી મુકેશભાઈ જે.પટેલ તાલુકા પ્રમુખ વાંસતીબેન રાજેશભાઈ પટેલ, વાપી તાલુકાના સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ, અલ્પેશભાઈ થતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહીને આરોગ્ય કેન્દ્ર તંબાડી ડૉકટર સુપ્રિમટેન્ડનને ઓક્સિજન માપવાનું ઓક્સીમીટર તેમજ સારવાર અર્થે આવતા જતા લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા
ભારતીય જનતા પાર્ટીના વાપી તાલુકાના પ્રભારી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતમાં સામાજિક સેવાકીય કાર્યક્રમ વાપી તાલુકા મંડળ દ્વારા લવાસ, મોટી તંબાડી, નાની તંબાડી, કરાયા, કોપરલી, રાતા, કરવડ વગેરે ગામોની પસંદગી કરવામાં આવી હતી.

