કપરાડા: છેલ્લા બે દિવસોમાં વલસાડના કપરાડા તાલુકામાં ત્રાટકેલા તોકતે વાવાઝોડાના કારણે કેરી જેવા બાગાયતી પાકો, પશુઓના ઘાસ ચારા તૂટેલા ઘરો અને ઘરો તૂટેલા પતરા વગેરેના નુકશાનના ઝડપી વળતર માટે આજ રોજ આમ આદમી પાર્ટી કપરાડા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
decision Newsને મળેલી માહિતી અનુસાર કપરાડા તાલુકામાં ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદ સમાન્ય જનજીવનમાં ઉથલ-પાથલ કરી નાખ્યું છે છેલ્લા એકાદ વર્ષથી કોરોનાની મુશ્કેલીઓથી સ્થાનિક લોકો ઝઝૂમી રહ્યા હતા અને તેવામાં આ તોકતે વાવાઝોડા અને વરસાદના કારણે લોકો ઉનાળુ પાકો અને પવનના ઘરોના તુટવાથી ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. સરકારે આ દયનીય પરિસ્થિતિને ધ્યાનમાં લઇ રોકડ રૂપિયાની સહાય કરવાનું જણાવ્યું છે. આ તોકતે વાવાઝોડાના કારણે કપરાડામાં જે ગરીબ લોકોના બાગાયતી પાકો અને ઘરોને નુકશાન થયું છે એનું સરકાર દ્વારા જે વળતરની પક્રિયા તાત્કાલિક ધોરણે થાય અને બેઘર ને ઘર મળે એવા શુભ આશયથી AAP દ્વારા કપરાડાના મામલતદારશ્રીને આવેદનપત્ર અપાયું છે એવું જણાવે છે AAPના આગેવાનો જુઓ આ વિડીયોમાં…
AAPના આગેવાન જ્યેન્દ્ર ગાંવીત તે જણાવ્યું કે જો આવનારા દિવસોમાં જો ખેડૂત મિત્રોને સમયસર સરકાર દ્વારા વળતર ન આપવા માં આવે તો ગાંધી ચીંધીયા માર્ગે જન આંદોલન કરવાની પણ તૈયારી બતાવી હતી. આવેદનપત્ર આપવા જ્યેન્દ્ર ગાંવીત સાથે કપરાડા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો ધવલિયા ભોંયા, રાજેશ રાઉત, ધીરુભાઈ થાકરિયા, બચ્ચું ભગરિયા, દેવરામ ઘાટાળ, સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

