દક્ષિણ ગુજરાત: છેલ્લા 24 કલાકમાં વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડુંએ દક્ષિણ ગુજરાતના ઘણાં તાલુકાઓમાં વિનાશ વેર્યો છે. ઘણા તાલુકામાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા.
Decision Newsને મળેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી વગેરે સહિતના જિલ્લાઓના તાલુકામાં સૌથી વધુ 4થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ તાલુકાઓમાં મુખ્યત્વે ભરૂચ, ખેરગામ, વલસાડ, ધંધૂકા, ચીખલી, અંકલેશ્વર, કપરાડા, ગણદેવી, ધરમપુરમાં વાવાઝોડાં સાથે વરસાદના ઝાપટાઓએ વિનાશ નોતર્યો હતો.
ઊર્જામંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડું ગત રાત્રિના ટકરાયું હતું. ઊર્જા વિભાગને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. 2.23 લાખ કિમી વીજ લાઇન છે. જેમાં 9 હજાર કિમી લાઇનને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં 123 સબ સ્ટેશન બંધ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવનના કારણે વીજ પોલ ઘરાશાયી થયા. વીજ લાઈનને નુકશાન પહોચ્યું હોવાના કારણે અનેક વિસ્તારમાં વીજ લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.