દક્ષિણ ગુજરાત: હાલમાં જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉનાળા સિઝનમાં ડાંગર, શાકભાજી, કેળ અને કેરીની ખેતી કરતા ખેડૂતોએ તૈયાર થયેલ પાક લેવાનો સમય આવ્યો અને અચાનક ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાને અને ભારે વરસાદથી ખેતરોમાં પાક સર્વનાશ કરી નાખ્યાના કરુણાસભર તસ્વીરો અને વિડીયો સામે આવી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે તાઉ-તે વાવાઝોડા ને લઈને પવન સાથે ભારે વરસાદ થવાથી વલસાડ- નવસારી, સુરત ડાંગ જિલ્લામાં ખેતીના પાકોમાં અત્યાર સુધીનું સૌથી વધુ નુકસાન થયાના દક્ષિણ ગુજરાતના ખેડૂતો જણાવી રહ્યા છે. ધરમપુરના આંબા તલાટ ગામના ખેડૂત વસંતભાઈનું કહેવું છે કે ઉનાળા સિઝનમાં કેરીની ખેતી કરતા ખેડૂતો માટે આ સમય જ ખુબ મહત્વનો હોય છે મહેનતથી તૈયાર કરેલા પાક લેવાનો સમય આવ્યો હોવાથી ખેડૂત સારો પાક ઉતરવા સાથે ઉંચો ભાવ મળવાની આશા સાથે ખુશ હતો તેવામાં તાઉ-તે વાવાઝોડા અને પવન સાથે વરસાદના કારણે  તૈયાર થયેલા કેરીના પાક પર ખેડૂત જે આશાઓ સેવીને બેઠો હતો તે બધીજ આશાઓ તીતર-ભીતર થઇ ગઈ છે.

વાંસદાના રૂપેશભાઈ પટેલ Decision Newsને જણાવે છે કે તાઉ-તે વાવાઝોડાને લઈને પવન સાથે ભારે વરસાદના કારણે હાલમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને લાખો રૂપિયાનું ખેતીના પાકોમાં નુકશાન થયું છે. હવે આ ખેતીમાં થયેલા નુકશાનની ભરપાઈ કેવી રીતે થશે. આ ઉનાળા સિઝનના પાકો ડાંગર, શાકભાજી, કેળ અને કેરીની પર સરકારના સહાયની આશ લગાવવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો બચ્ચો નથી. હવે જોવું એ રહ્યું કે આવનારા વખતમાં આ તાઉ-તે વાવાઝોડાથી થયેલા નુકશાન માટે સરકાર શું પગલાં લેશે. ખેડૂતો ચિંતાતુર છે.