વાંસદા: નવસારીના વાંસદાના તાલુકાના સ્થાનિક સ્તરે છેલ્લા એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ૬ ગામોમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે જરૂરિયાતમંદોના જીવન ગુજરાન આગળ ધપાવવા ૫૦૦ અનાજ-કીટનું વિતરણ કરાયું હતું.
મળેલી માહિતી અનુસાર વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ખુબ જ હતું જેના કારણે સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાની લોકોને પ્રશાસન અને સ્થાનિક નેતાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી જેના લીધે ખાંભલા આંબાપાણી, માનકુનિયાસ, વાંગણ, નીરપણ ગ્રામ્ય વિસ્તારોના લોકોના ધંધા રોજગાર બંધ હાલતમાં હતા આ સંજોગોમાં ખેતમજુરો, વિધવા તેમજ એકાવાયું જીવન નિર્વાહ કરતા વૃદ્ધોનોની સ્થિતિ મુશ્કેલી ભરી થઇ ગઈ હતી આવા સમયે આવા સમયે એમના જ નેતા અનંતભાઈ પટેલે તેમની ખાવાની મુશ્કેલી જોઈ અને આ લોકોમાં અનાજની કીટનું વિતરણ કરી વહારે આવ્યા. જેવા અંતરિયાળ વિસ્તારોમાં ફૂડ કીટનું વિતરણ જાતે કર્યું હતું
આ લોકસેવાના કાર્યમાં ખાંભલાના પ્રકાશભાઈ, મોહનભાઈ આંબા પાણીના રાજુભાઈ, ધર્મેશભાઈ માનકુનીયાના પરજીભાઈ, જયંતીભાઈ ચોરવણીના નીરપણના બાસ્કુભાઈ વાંગણના વિજયભાઈ અમ્રતભાઈ જેવા આગેવાનો પણ સાથે જોડાયા હતા.