દિલ્લી: આજરોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થયાના સમાચાર મળી રહ્યા છે જાણકારી અનુસાર તેઓ છેલ્લા ઘણાં સમયથી કોરોના વાયરસ સામે સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધનથી ગુજરાત સહિત રાષ્ટ્રીય કોંગ્રેસમાં શોકની લહેર જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના એક યુવા નેતા તથા રાહુલ ગાંધીના ખૂબ નજીકના ગણાતા રાજીવ સાતવના નિધનથી કોંગ્રેસ માટે મોટી ખોટ પડશે એ નક્કી છે. તેમના નિધનથી ગુજરાત સહિત રાષ્ટ્રીય કોંગ્રેસમાં મોટી ખોટ દેખાય સર્જાશે એવા કોંગ્રેસી નેતાઓના નિવેદનો આપી રહ્યા છે.
કોંગ્રેસ પ્રભારી તથા દિગ્ગજ નેતા રાજીવ સાતવના નિધનથી પક્ષ માટે કરેલા કર્યો યાદ કરી પોતાના નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે જાહેર જીવનમાં યુવા કોંગ્રેસમાં જ્યારે પગલું ભર્યું ત્યારે મારી સાથે જે હતા, અલવિદા મારા મિત્ર. જ્યાં રહો, ચમકતા રહો.