સોશ્યલ મીડિયા આશીર્વાદ પણ છે અને શ્રાપ પણ ! હાલમાં મોટો પ્રમાણમાં સોશ્યલ સાઈટ લીધે ઘણાં યુવક યુવતીઓની જિંદગી ક્યાંક મુશ્કેલી મુકનારા ક્યાંક બરબાદ થયાની કિસ્સોઓ અવાર-નવાર માધ્યમોમાં પ્રગટ થતાં રહે છે આવો જ એક કિસ્સો હાલમાં જ પ્રકાશમાં આવ્યો છે જેમાં યુવતીને ફેસબુક પર ફ્રેન્ડશીપ ભારે પડી ગઈ. આ ફેસબુક પર થયેલી દોસ્તીમાં તેણીએ પોતાની જીંદગી બરબાદ કરી નાખી છે.

મળેલી માહિતી અનુસાર બિહારની એક યુવતીએ પોતાના ફેસબુક એકાઉન્ટસ પર યુવતીની હસનપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામગઢ નિવાસી સાગર સાથે દોસ્તી કરી હતી. સાગર નામના યુવાને યુવતીને લગ્નની લાલચ આપી પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરાવવા ગામમાં બોલાવી હતી જયારે યુવતિ ત્યાં પહોંચી તો સાગર સહીત 22 લોકોએ તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યું અને બીજા દિવસે સાગરના વધુ 6 મિત્રોએ યુવતી પર સામુહીક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા પછી સાગર યુવતીને બદરપુર બોર્ડર પર ફેંકીને ત્યાંથી પલાયન થઇ ગયો હતો.  પીડિત યુવતીના આ નિવેદન પર પોલીસ સાગર તથા તેના સાથીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી છે.

આમ યુંવતીની ફેસબુક પર દોસ્તી કરવાની એક નાનકડી ભૂલના કારણે સામુહિક દુષ્કર્મનો શિકાર બની. આ કિસ્સો ફેસબુક કે અન્ય સોશ્યલ સાઈટની કેવી સાઈડ ઈફેક્ટનો નમુનો છે આ કિસ્સો ફેસબુક પર વગર વિચાર્યે લાઈક શેર કોમેન્ટ કે દોસ્તી કરતાં યુવક-યુવતીઓ માટે લાલબત્તી સમાન છે.