કોરોના મહામારીની કેવા કેવા કરુણાંતિક દિવસો બતાવી રહી છે દેશમાં વિવિધ જગ્યાઓ પર નદીની અંદર મૃતદેહ મળવાના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા છે તેમાં પણ મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં અને ત્યાર બાદ બક્સરમાં અનેક મૃતદેહો નદીઓમાંથી મળ્યા અને હાલમાં યુપી-બિહારની બોર્ડરના ગહમર ગામ પાસે ગંગા નદીમાં અનેક ડઝન મૃતદેહ મળતા તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મીડિયાને સ્થાનિક લોકોથી મળેલી માહિતી મુજબ આજકાલ કોરોના વાયરસના કારણે મોટા પ્રમાણમાં મૃત્યુ થઇ રહ્યા છે. હિંદુ ધર્મ પ્રમાણે બે રીતે મૃતદેહોની અંતિમ વિધિ થાય છે. એક અગ્નિ સંસ્કાર કરીને અને બીજુ તેને નદીમાં પ્રવાહિત કરીને તેવામાં મોટાભાગના લોકો મૃતદેહોને નદીમાં પ્રવાહિત કરી રહ્યા છે. લાકડાની અછત અને સ્માશનમાં પણ લાઈનોના લીધે લોકો દ્વારા મૃતદેહોને પાણીમાં પ્રવાહિત કરવામાં આવે છે. હાલમાં ગંગા નદીમાં વિવધ જગ્યાઓ પર અરધા બળેલા મૃતદેહ જોવા મળે છે આ મૃતદેહોના કારણે મહામારી મોટા પ્રમાણમાં ફેલાવાનું જોખમ દેખાય રહ્યું છે.
સ્થાનિક ગંગા નદીના નાવિકો જણાવી રહ્યા છે કે પોતાના અત્યાર સુધીના જીવનમાં આવા દ્રશ્યો ક્યારેય જોયા નથી. તેમનું કહેવું છે કે લોકો દૂર દૂરથી મૃતદેહોને ગંગામાં ફેંકવા આવે છે. મૃતદેહોને લીધે દુર્ગંધ અને ગંદકી મોટા પ્રમાણમાં વધી રહી છે. આ બધી સમસ્યાને લીધે હવે કોઇ ગંગામાં નહાતું પણ નથી અને ગંગાનું પાણી પણ પીતું નથી. મૃતદેહો મળ્યા બાદ ગામલોકોએ જિલ્લા પ્રશાસનને જાણ કરીને માંગ કરી છે કે આ મૃતદેહને જલ્દી અહીંથી કાઢવામાં આવે.