VTV ફોટોગ્રાફ્સ

વડોદરા: હાલમાં રાજ્યભરમાં રાત-દિવસ કોરોના દર્દીઓ બચાવવા પોતાના જીવના જોખમમાં મૂકી ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સારવાર માટે મહેનત કરી રહ્યા છે ત્યાં જ આજે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કાર્યરત 21 ડૉક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

મીડિયા રીપોર્ટમાં મળેલી માહિતી અનુસાર વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં 60 જેટલા તબીબો સેવા આપી રહ્યા છે. અને  લગભગ 700 જેટલા દર્દીઓની સારવાર લઇ રહ્યા છે. જેના માટે 180 જેટલા ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં 60 જેટલા ડૉક્ટરો રાત દિવસ પોતાનું કર્તવ્ય પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. આવા સંજોગોમાં 21 જેટલા ડૉક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ આવતા સમગ્ર સ્થાનિક વિસ્તારમાં તથા મેડીકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ વડોદરામાં કોરોના બાદ હવે મ્યૂકોરમાઈકોસિસના 100 જેટલા કેસ આમે આવ્યાની વિગતો મળી રહી છે જેમાંના 20 દર્દીના મૃત્યુ પણ થઇ ગયા છે. સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ પણ જોખમી બનવા જોગ છે. સ્થાનિક સ્તરે આવી વિકટ સ્થિતિ સર્જાતા હડકંપ જોવા મળે છે. પરંતુ આ શહેર માટે રાહતના સમાચાર એ છે કે શહેરમાં વેન્ટિલેટર વિનાના ICUના 118 બેડ ખાલી હોવાની માહિતી સામે આવી છે. ક્રિટિકલ દર્દીઓ માટે બેડ વેઈટિંગ હાલમાં પણ યથાવત રહેલા છે.