તાપી: વર્તમાન સમયમાં કોરોનાના કારણે લોકો મોટાભાગે ઘરમાંથી નીકળવાનું ટાળે છે ત્યારે ગતરોજ નિઝર તાલુકાના મુબારકપુર ગામના બસ સ્ટોપ પાસે ગત મંગળવારના રોજ રાતના 8:45 કલાકે થયેલો બેકાબુ કારનો જીવલેણ અકસ્માતની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરાવી દીધી છે.
Decision Newsને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નિઝર તાલુકાના મુબારક ગામ ગામના બસ સ્ટેન્ડ પાસે રાતના 8:45 કલાકના સમયગાળા દરમિયાન એક કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા સાઈટમાં રહેલા કાર લોખંડની કેબિન સાથે અકસ્માત કર્યો હતો. આ બનાવમાં કાર ચાલક અને અન્ય ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
સ્થાનિક લોકોથી મળેલી માહિતી પ્રમાણે નીતેશભાઈ ભાટિયા ( ગણદેવી, નવસારી), જયેશભાઈ પટેલ (નવસારી) અને વજસીભાઈ માડમ ઉચ્છલ તરફથી નિઝર તરફ જઈ રહ્યા હતા આ સમયે નિઝર તાલુકાના મુબારકપુર ગામના બસ સ્ટેન્ડ નજીક ચાલક નિતેશભાઇ ભાટિયાએ ગાડી (GJ.26.CB.7682) પૂર ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા આ ઘટના બનવા પામી હતી આ બનાવમાં વજસીભાઇ લખાભાઇ માડમ નામના વ્યક્તિને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત થયું અને રાજેશભાઇ શામજીભાઇ પટેલ તથા જયેશભાઇ નામના વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી.