વર્તમાનમાં ચાલી રહેલા કોરોનાના કપરા કાળના કારણે બોર્ડે પરિક્ષા સ્થગિત કરી હતી અને હવે નવી માર્કિંગ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓના સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવવાનું ચર્ચાય રહ્યું છે ત્યારે CBSEએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ આવતા મહિને 20 જૂન સુધીમાં રજુ કરવાના એંધાણ આપ્યા છે
મળતી માહિતી પ્રમાણે CBSE ધોરણ 10ના બોર્ડમાં કુલ 100 નંબરને 20 અને 80માં વિભાજીત કરશે. સ્કુલ બોર્ડ પરીક્ષાઓ માટે કરવામાં આવેલ ઇન્ટરનલ માર્કિંગના આધાર પર 20 માર્ક મલશે. બાકી 80 માર્ક્સ માટે આખા વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા આયોજીત પરીક્ષાના આધાર પર આપવામાં આવશે. 80 માર્ક્સને પીરીયોડિક અથવા યુનિટ ટેસ્ટ -10 માર્ક્સ, મિડ ટર્મ ટેસ્ટ – 30 માર્ક્સ, પ્રી બોર્ડ પરીક્ષા – 40 માર્ક્સ વિભાજન કરવામાં આવશે
જાહેર કરવામાં આવેલી માર્કિંગ પોલીસી વિદ્યાર્થીઓ દ્વારા સિલેક્ટ કરવામાં આવેલ મુખ્ય 5 સબજેક્ટ સ્કોર પર ગણના માટે છે. કોઇ વિદ્યાર્થીએ 6 કે વધુ વિષયો માટે રજીસ્ટ્રેશન કર્યુ હતુ તો 6 સબજેક્ટ માટે ગણના વધુ નંબરના સર્વશ્રેષ્ઠ 3 સબજેક્ટ પર કરવામાં આવશે.
આ ઉપરાંત જો કોઇ સ્કુલે વધારે પરીક્ષા લીધી છે તો બોર્ડે સ્કૂલ પર જ સ્કોર સિલેક્ટ કરવાની જવાબદારી છોડી છે. સ્કુલ ઇચ્છે તો બધી પરીક્ષાની એવરેજ ગુણ પર માર્ક્સ મળશે. જેમાં વધારે માર્ક્સ હશે તે રિઝલ્ટમાં જોડવામાં આવશે. સ્કુલ ગયા 3 વર્ષની પરીક્ષાના રિઝલ્ટ પ્રમાણે કરશે માર્કિંગ ત્રણ વર્ષોના રેકોર્ડ ન હોવા પર 2 કે 1 વર્ષનો રેકોર્ડ જોવામાં આવશે. સ્કુલ દ્વારા આપવામાં આવેલા સબજેક્ટ વાઇસ માર્ક અને ઓવરઓલ માર્ક્સની ગણના કરવામાં આવશે.તેની પૂરી સ્વતંત્રતા સ્કુલને આપવામાં આવશે .