આજના દિવસે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની ટિકિટ પરથી ચૂંટણી લડીને વિજેતા બન્યા છે. ક્રિકેટર મનોજ તિવારી એક સમયે ટીમ ઈન્ડિયા વતી રમનારા બેટસમેન છે અને તેમણે પોતાની રાજકીય નવી ઈનિંગનો પ્રારંભ ધમાકેદાર જીતથી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બંગાળની શિબપુર બેઠક પરથી ચૂંટણી લડનારા યુવા ઉમેદવાર મનોજ તિવારીએ ભાજપના ઉમેદવાર રતિન્દ્રનાથ ચક્રવર્તીને 32,229 મતથી હરાવીને વિજય મેળવ્યો છે. તિવારીએ તાજેતરમાં જ રાજકારણમાં પગ મુક્યો છે. ચૂંટણીનું એલાન થયું તે પહેલા મનોજ તિવારી ટીએમસી સાથે જોડાયો હતો. તિવારીની સાથે તેના પત્ની સુષ્મિતા પણ ટીએમસીમાં હતા.
મનોજ તિવારીએ રાજકારણમાં પ્રવેશ કર્યો ના પહેલા જ દિવસે ભાજપ પર નિશાન સાધીને કહ્યું હતું કે, ભાજપ લોકોમાં ભાગલા પાડવાનુ રાજકારણ રમી રહ્યો છે. મનોજ તિવારીએ ભારતીય ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યુ છે. તિવારીએ હવે રાજકારણની ઈનિંગમાં પણ ધરખમ બેટિંગ કરાવની ઈચ્છા હોવાનું જણાવ્યું છે.