દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાંસદા: વાંસદા પશ્ચિમ વનવિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ સ્ટાફ સાથે પટ્રોલીગમાં હતા એ દરમિયાન બાતમી મળી હતી કે, રાયાવાડી ગામથી પાસ પરમીટ વગરના ખેરના લાકડા ભરીને અનાવલ થઈ ચીખલી રોડ ઉપરથી નિકળલી ધરમપુરના ભાભાં ખાતે લઈ જવાનો છે. બાતમી હકીકત કરી પશ્ચિમ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી. રાઠોડ પોતાના સ્ટાફ બી.ટી.પટેલ ફોરેસ્ટર લીમઝર નરેશ પટેલ બીટગાર્ડ લીમઝર સુમિત પટેલ મદદગાર ડ્રાઇવર કરી પીછો કરતા સુરખાઈ ગામ પાસે ઉભો રખાવી તપાસ કરતા બે અલગ -અલગ નંબરની નેમ પ્લેટ GJ 15 X 8907 અને GJ 15 Y 8907 મળી આવી હતી.

વાંસદા તાલુકાના રાયાવાડી ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરી અનાવલ થઈ ચીખલી જતા રસ્તા ઉપર સુરખાઈ નજીક થી ખેર ભરેલો ટેમ્પો અને પાઈલોટીંગ કરનાર બાઈક અને દલાલ અને ડ્રાઇવરની અટક કરવામાં વન વિભાગને સફળતા મળી હતી.

ટેમ્પોમાં તપાસ કરતા ખેરના ઇમારતી લાકડા અંદાજિત 3 ટન જેની કિંમત રૂપિયા 60,000 અને આઇસર ટેમ્પો અને પાઈલોટીંગ કરનાર મોટરસાઇકલ નંબર GJ 21 BB 7746ની કિંમત અને ટેમ્પો મળી કુલ 6,00,000 મળી કુલ 6,60,000નો મુદામાલ કબ્જે કરીને ડ્રાઇવર વિવેક દેવુભાઈ પટેલ રહે બામટી ધરમપુર અને દલાલ ગયાસુદીન રહે આતલીયાની અટક કરી માલ ભરાવનાર સુરેશભાઈ પટેલ રહે રાયાવાડી તા.વાંસદાને વોન્ટેડ બતાવી આગળની તપાસ રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ મદદનીશ વન સંરક્ષણ એમ.આર.રાઠવા નાયબ વન સંરક્ષણ વાય.એસ.ઝાલા તથા મુખ્ય વન સંરક્ષણ મનીશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી છે.

by-divyabhaskar