વાંસદા: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે જેના કારણે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. નવસારીના વાંસદા તાલુકાના નાગરીકો મોટી સંખ્યામાં કોરોનાથી પીડિત બન્યા છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ચીખલી તથા વાંસદા તાલુકાની હોસ્પિટલોમાં બેડ કોરોના સારવાર માટે અસરકારક રેમડેસીવિર ઇન્જેક્શન, ફેબી ફ્લુ જેવી દવાઓ અને ઓક્સિજનની અછતની અસર સર્જાય છે આવા સંજોગોમાં લોકનેતા અનંતભાઈ પોતાની પ્રજા માટે બધું કરી છૂટવાની ભાવના બતાવી છે.
ધારાસભ્ય અનંતભાઈ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પ્રજાજનોને કોરોના મહામારીના સમયમાં મદદરૂપ બનવા ધારાસભ્ય ફંડમાંથી રેમડેસીવિર ઇન્જેક્શનની ખરીદી માટે રૂપિયા ૧૦ લાખ અને ઓક્સિજન મશીન અને વેન્ટીલેટરની ખરીદી માટે ૧૫ લાખ રૂપિયા ફાળવવાની ઘોષણા કરવામાં આવી છે. જેના કારણે કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં સ્થાનિક લોકોને થોડાં અંશે પણ મદદ મળી શકે.
આ પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે આવે એવી સરકારશ્રીને ભલામણ કરવામાં આવી છે. ખરા સમયે પોતાની જનતા માટે ત્યાગની ભાવના બતાવી અને લોકોના દુઃખમાં સહભાગી બનવાની લોકનેતાની ચાહના મેળવી છે લોકોના દિલમાં પોતાનું સ્થાન કાયમ કર્યું છે.

