નર્મદા: વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વેપારી મંડળ દ્વારા સ્થાનિક બજારોને સતત ત્રણ દિવસ સુધી બંધ રાખી કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડેડીયાપાડામાં હાલમાં ભયંકર સ્વરૂપ ધારણ કરેલી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ડેડીયાપાડા વેપારી મંડળ દ્વારા તારીખ ૧૦ /૦૪ ૨૦૨૧ તરહી લઈને તારીખ ૧૨/૦૪ ૨૦૨૧ સોમવાર સુધી સતત ત્રણ દિવસ ડેડીયાપાડા બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ત્યાર પછી આવનારા સમયમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને બજાર ખોલવામાં આવશે એમ જણાવ્યું છે આ વેપારી મંડળના નિર્ણયને ગ્રામજનો કેટલા અંશે સ્વીકારશે એ તો સમય જ બતાવશે પરંતુ આ નિર્ણય ડેડીયાપાડાના સ્થાનિક જન સમુદાયોમાં કોરોના સંક્રમણને નાથવામાં અવશ્ય ભાગ ભજવશે એ નક્કી છે.