નવસારી: વાંસદામાં કોરોના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજ રોજ ૧૧:૩૦ વાગ્યે વાંસદા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી આર.સી પટેલ અને વાંસદા પી.એસ.આઇ વિરેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષતામાં વેપારી મહાજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેપારી મહાજન મંડળની બેઠકમાં વાંસદા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે દરેક વેપારીએ નાનામોટા લારીગલ્લા શાકભાજીવાળાઓએ કોરોનાની સાવચેતી રાખવી પડે જરૂરી છે આમ જનતાની ભૂલના કારણે વાંસદા તાલુકામાં કેસો વધશે તો લોકડાઉનની શક્યતા પણ રહેલી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વેપારી મંડળને જણાવ્યું હતું કે તમે પણ માસ્ક પહેરો અને રેપિડ ટેસ્ટ કરાવો અને તમારા ત્યાં આવતા ગ્રાહકોને પણ માસ્ક પહેરવા માટેની સૂચના આપો.સરકાર જે કોરોનાને રોકવાના પ્રયાસ રૂપે જે ૪૫થી વધારે ઉમરના લોકો માટે વેક્શીનેશન કરાવી રહી છે તેમાં વેપારીઓએ પણ સહયોગ આપવાનો છે અને વેક્સીનેશન કરાવવાનું છે આ ઉપરાંત બહારથી આવતા વેપારી મિત્રો અને સગાસંબધીઓને રેપીડ ટેસ્ટ કરાવવા માટે જણાવવાની જવાબદારી સ્વીકારી લેવાની છે.
બેઠકમાં હાજર રહેલા વધુમાં પી.એસ.આઈ વાઘેલાએ જણાવ્યું હતુ કે કોવિડ ૧૯ ની ગાઇડલાઇનના આધારે માસ્ક વગરનાં વેપારી કે ગ્રાહકો પોલીસને નજરે પડશે તો ફરજિયાત દંડ વસૂલવામાં આવશે. હવે આમ જનતાએ માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું એ પોતાના સ્વાસ્થ્ય માટે જરુરી છે.
નવસારી જિલ્લાના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી વાંસદામાં ફેલાયેલા કોરોના કેસોના સંદર્ભે Decision News જણાવ્યું કે
આ વેપારી મહાજન મંડળની બેઠકમાં વેપારી મહાજન મંડળના પ્રમુખ અને સભ્યો તથા ગામોના સરપંચ હિનાબેન પટેલ, નાયબ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર અને નવસારી જિલ્લાના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી અને વાંસદાના વેપારીઓએ મોટા પ્રમાણમાં પોતાની હાજરી આપી હતી.