ચીખલી: નવસારીના જિલ્લાના ચીખલી તાલુકાની કચેરમાં ચૂંટણી પૂર્ણ થયા આજે ખાસ્સા દિવસો પસાર થઇ ગયા છે તેમ છતાં ચીખલી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે બનાવેલા નિયમને હજુ યથાવત રાખવામાં આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ચીખલી ઇ-ધરા કેન્દ્રમાં હજુ પણ ચૂંટણીનું ભૂત ઉતાર્યું નથી એમ લાગે છે હજુ પણ અહીના ઇ-ધરા કેન્દ્રમાં 2 વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે એવું લખી મુકવામાં આવ્યું છે અને ૨ વાગ્યા પછી અરજી મળ્યાની રસીદ પણ આપવામાં આવતી નથી વાત જાણે એમ છે કે ચીખલી ઇ-ધરા કેન્દ્રમાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે અરજી સ્વીકારવાનો સમય સવારે 10:30 થી બપોરના 2 વાગ્યા સુધીનો નિર્ધારિત કરી તે અંગેની લેખિત સૂચના પણ ઇ-ધરા કેન્દ્ર પાસે મૂકી દેવામાં આવી હતી. હવે ચૂંટણી પૂર્ણ થયાને ઘણાં દિવસો વીતી ગયા છે તો પણ આ નિયમ હજુ યથાવત છે
આવા સંજોગોમાં જો ઇ-ધરા કેન્દ્રમાંથી અરજદારોની અરજી કે તેમના કોઈ કાગળો ગુમ થાય તો જવાબદરી કોણ લેશે ? હાલમાં આપણે જાણીએ છીએ તેમ ઇ-ધરા કેન્દ્રમાં વારસાઈ, હક દાખલ, હક કમી, બોજો જેવી મહત્વની કામગીરી કરવા માટે આવતા હોય છે જરૂરિયાત લોકોને મોટાપાયે રહેતી હોય છે. હવે જોવું રહ્યું કે લોકોની આ હાલાકી વહીવટી તંત્ર કેટલા દિવસમાં દુર કરે છે અને જો ન થાય તો ચીખલી તાલુકાનું જનમત શું નિર્ણય લે છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)