દક્ષિણ ગુજરાત : વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ વિકટ બની રહી છે. સરકાર દ્વારા પ્રદેશમાં રસીકરણની ઝડપી પ્રક્રિયા વચ્ચે પણ દરરોજ નવા કેસોની સંખ્યા વધી રહી છે. નવો સ્ટ્રેઇનના કેસોના લીધે શહેરોમાં દવાખાના બેડની સંખ્યામાં પણ વધારો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં હાલમાં ૧૫ દર્દીઓનાં મૃત્યુ થયા છે. પરંતુ કુલ ૨૦૨૮ દર્દી સાજા થઈને ઘરે પરત પણ ગયા છે જ્યારે કુલ ૩,૦૦, ૨૮૦ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. દરમિયાનમાં સુરત કોરોનાની સ્થિતિ ગંભીર છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૭૮૮, ભરૂચમાં ૩૨, નર્મદામાં ૩૦ કેસ નોંધાયા છે. જ્યારે ડાંગમાં ૧૮, વલસાડમાં ૧૫, નવસારીમાં ૧૪, તાપીમાં ૭ મળીને કુલ ૯૦૪ નવા કેસ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે સુરતમાં ૭ દર્દીનાં સરકારી ચોપડે નિધન થયા છે. જોકે, પ્રદેશના અનેક સ્મશાનોમાં કોવિડ પ્રોટોકોલના કારણે કેટલાય દર્દીઓનાં મોત થયા છે જે પ્રદેશના લોકોમાં ચિંતાજનક વાતાવરણ ઉભું કર્યું છે.