નવસારી: વાંસદા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પીવાના પાણી માટે નો સંઘર્ષ કરવો પડે છે. પાણીની સમસ્યાના નિવારણ માટે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્ય- અનંત પટેલની આગેવાનીમાં પીવાના પાણીની સમસ્યાઓ વાળા વિસ્તારોમાં પાણીયાત્રા કાઢવામાં આવી હતી.

આ આયોજનના ભાગરૂપે ઉમરકુઈ ગામે બરડા ફળીયામાં પાણી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઉમરકુઈના બહેનો એ ભાગ લીધો હતો આ બરડા ફળિયામાં પાણીની ટાંકી હયાત હોવા છતાં પણ મહિલાઓ તડકમાં પાણી લેવા માટે ૧. કિમિ સુધી માથે બેડા લઈને જવા મજબૂર બની છે પાણીની ટાંકી હયાત હોવા છતાં પણ બોરિંગમાં પાણી નહિ હોવાના કારણે પશુઓ માટે પીવાના પાણી હોળી પછીના દિવસોમાં ફાંફાં મારવાનો વખત આવ્યો છે.

સરકારની નલ સે જલની યોજના હોવા છતાં પણ વાંસદાના ગ્રામ્ય ઘણા ગામડાઓમાં પીવાના પાણી માટે તડકામાં મહિલાઓ માથે બેડા લઈને ફાંફાં મારી રહી છે. તેથી આ સમસ્યા લઈને કાઢવામાં આવેલી પાણીયાત્રામાં વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરભુ ભાઈ જિલ્લા. પં.સદસ્ય ચંપાબેન તા. પં સદસ્ય હસમુખ ભાઈ મગનભાઈ મનીષ પટેલ રૂમશીભાઈ રાજીત ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

વાંસદા તાલુકાના ઘણા ગામોમાં હાલ પીવાના પાણીની સમસ્યાઓ છે આ જળ સંકટની સમસ્યાના નિવારણ કરવા પાણીયાત્રા કાઢવામાં આવી રહી છે પાણીયાત્રા બાદ પણ તંત્ર પગલાં ન ભારે તો  પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કરીશું.