નવસારી: હાલમાં પુન: એક વખત કોરોનાનું સંક્રમણએ જોર પકડયું છે. શનિવારે વધુ 16 કેસ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. જિલ્લામાં સૌથી વધુ 5 કેસ ગણદેવી તાલુકામાં નોંધાયા છે. નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે.
નવસારી નોંધાયેલા 16 કેસમાં અંકો પ્રમાણે જોઈએ તો ગણદેવી 5 કેસ, જલાલપોરમાં 4 કેસ, નવસારી શહેરમાં 2 કેસ, ચીખલીમાં 3 કેસ, ખેરગામ અને વાંસદામાં 1-1 કેસ નોંધાયાની માહિતી પ્રાપ્ય બની છે. નવસારી જિલ્લામાં કોરોના કુલ આકડો 1753 છે. હાલ સુધીમાં જિલ્લામાં 102 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. અને અત્યારે 95 જેટલા એક્ટિવ કેસ છે.
શનિવારે 1638 સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધીમાં 1,66,675 જેટલા સેમ્પલો લેવાયા છે. જે પૈકી કુલ 1,63,284 સેમ્પલ નેગેટિવ રહ્યા છે. ગતરોજ કોરોનાના 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. આવનારા દિવસોમાં સંક્રમણ વધતું અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર કાર્યરત બન્યું છે.