ધરમપુર: આજ રોજ અપક્ષના નેતા કલ્પેશભાઈ પટેલ દ્વારા ધરમપુર તાલુકાની એસ.એમ.એસ.એમ.એસ.હાઈસ્કૂલમાં થઇ રહેલા કામ છેલ્લા 4 મહિનાથી વધારે બંધ હોવાથી આદિવાસી બાળકોના અંધકાર ભવિષ્ય ન બને એ માટે સ્કૂલ જલ્દી શરુ થાય એવા ઉદ્દેશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

કલ્પેશ પટેલનું કહેવું છે કે આ સ્કૂલમાં સૌથી વધારે આદિવાસી સમાજના બાળકો ભણે છે હાલ આ સ્કૂલનું કામ બંધ હોઈ તો ચોમાસુ નજીક હોઈ વરસાદ ક્યારે પડે એનું કાઈ નક્કી નથી તો બાળકોને બેસવાની સગવડ ક્યાં કરશે અને આદિવાસી બાળકોનું ભવિષ્ય નું શુ ? જેને ધ્યાનમાં લઇ ધરમપુર તાલુકાના ૩૯ થી વધારે સરપંચશ્રીએ સમર્થન જાહેર કરી આવેદન પત્ર પર સહી અને સિક્કા કરેલ છે અને બીજા ધરમપુર તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આગેવાનોએ સાથે મળીને આજરોજ ધરમપુર પ્રાંત સાહેબને અમે આવેદન પત્ર આપી રહ્યા છે

તેમણે વધુમાં જણાવ્યું કે જો આવનાર દિવસમાં સ્કુલનું કામ ચાલુ કરવામાં માટે રસ્તા પર બેસવું પડે તો બેસીશું પણ 2200 થી વધારે બાળકો સાથે અન્યાય ન થવા દઈશુ. જેમણે પણ કામ બંધ કરાવ્યું હોઈ એમણે એ બાબતની નોંધ લેવી રહી