સમાજસેવક તરીકે જાણીતા, અત્યંત પ્રતિભાસંપન્ન લોક નેતા સામાન્ય લોકોના હક માટે સદા લડનારા, હંમેશા અહિંસક ચળવળના હિમાયતી, શાંતિપૂર્ણ રીતે લોકો પર ખૂબ ઊંડો પ્રભાવ છોડનારા, યુવાઓને સાચા સત્યાગ્રહનું મહત્વ સમજાવનારા, પરિવર્તનને પોષનારા, લોકોની સફળતામાં પોતાની સફળતા જોનારા, જય જગતની ભાવના સેવનારા ખોબાનું ખમીરનામથી ઓળખાનારા, લાખો યુવાઓના પ્રેરણાદાયક નીલમભાઈનો આજે જન્મ દિવસ છે તેમના જન્મ દિને તેમણે કરેલા લોકસેવાના અને લોકકલ્યાણના બહુવલક કાર્યોમાંથી થોડાક બિંદુઓની ઝાંખી કરીએ.
નિલમભાઈનો જન્મ ૨૨-૦૩-૧૯૮૪માં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગુંદલાવ ગામમાં થયો હતો પિતા ધીરુભાઈ અને માતા સવિતાબેન વ્યવસાયે ખેતી સાથે સંકળાયેલા છે નીલમભાઈ ખેડૂત પરિવારમાંથી આવે છે તેઓ ત્રણ ભાઈઓ છે. નીલમએ પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું તરુણાવસ્થા સુધી નીલમ એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં સ્થિત ગાંધી ગુજરાત વિદ્યાપીઠમાં મેળવ્યું છે. તેઓ હાલમાં સમાજસેવક સાથે પોતાની પત્ની વૈશાલી અને પુત્રી પ્રથાની સાથે પારિવારિક જીવન જીવી રહ્યા છે.
તેમણે દેશ-દુનિયાના મહાન વ્યક્તિઓના જેમ કે લિયો ટોલ્સટોય, હેન્રી ડેવિડ થોરો, ગાંધીજી, નહેરુ, સરદાર, અબ્દુલ કલામ જેવાઓનું જીવન ચરિત્રનું વાંચન કરી તેમાંથી પ્રેરણા લઈ પ્રદેશના સામાન્ય જનના હક અને અધિકારો સામે લડાઈ આદરી છે આમ નીલમભાઈના આદર્શે ગાંધીજી અને માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ છે
નીલમ પટેલ એવા વ્યક્તિ છે જે સત્તાથી દૂર રહેવા છતાં આજે પણ તેઓ સામાન્ય જનના દિલો પર રાજ કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે જેમને નીલમ ક્યારેય મળ્યા નથી, તે લોકો પણ તેમના જીવનથી કેટલા પ્રભાવિત થઇ રહ્યા છે આજે લોકશાહીની પરિભાષાનો અર્થ મર્યાદિત થયેલો દેખાય રહ્યો છે ત્યારે લોકો પોતાની પસંદગી અનુસારની સરકાર ચૂંટે અને સરકાર લોકોની અપેક્ષા અનુસાર કામ કરે એવી અપેક્ષા ન રાખી નીલમભાઇએ લોકશાહીની અસલી શક્તિ પર ભાર મૂકી કહે છે કે લોકો શાસન પર નિર્ભર ન રહી અને સ્વાવલંબી બને તેની ગડમથલમાં હંમેશા ખૂચ્યાં રહેતા જોવા મળે છે.
નીલમભાઇ એક એવા સમાજ વ્યવસ્થા બનાવવા તરફ મથી રહ્યા છે જયાં લોકો સરકાર પર નિર્ભર ન બની સ્વનિર્ભર તરફ આગળ વધે. જે ગાંધીજીનું સપનું હતું. સ્થાનિક સ્તરે નીલમભાઇ પરિવર્તન પણ લાવ્યા છે તે સર્વવિદિત છે પરંતુ તે કહેવું પણ યોગ્ય રહેશે કે તેમણે લોકોની આંતરિક શક્તિને જગાડીને તેમને સ્વયં પરિવર્તન લાવવા માટે જાગૃત કર્યા છે.
વીતેલા ૧૦ વર્ષો દરમિયાન તેમણે જન ભાગીદારીને પ્રાથમિકતા આપી છે. તેમણે પ્રજાને પોતાનું નેતૃત્વ પોતે કરવા તરફ દોર્યા છે આજે નીલમભાઈના સિદ્ધાંતોનો સંઘર્ષ દિલમાં છે જ લોકોના સંબંધોને લઈને કેટલી સંવેદનશીલતા પણ તેમના મનમાં છે. તેઓ તેમનું પણ ભલું ઈચ્છે જે સન્માન કરે છે અને જેઓ નથી કરતા. આજે પણ તેઓ ગાંધીજીના સિદ્ધાંતો- કાર્ય વગરની સંપત્તિ, અંતરાત્મા વગરનો આનંદ, ચરિત્ર વગરનું જ્ઞાન, નૈતિકતા વગરનો વ્યવસાય, માનવતા વગરનું વિજ્ઞાન, ત્યાગ વિનાનો ધર્મ, સિદ્ધાંતો વિનાનું રાજકારણ વગેરે આ સિદ્ધાંત તેમના માર્ગદર્શકની જેમ કામ કરી રહ્યાનું તેઓ સ્વીકારે છે.

