પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની પ્રાથમિક કસોટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ પરીક્ષામાં કુલ 18 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા જેમાં બે તબક્કામાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 5188 પરીક્ષાર્થીઓમાંથી 2019 હાજર રહ્યા હતા. અને 3169 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા. જ્યારે બીજા તબક્કામાં 5188 પરીક્ષાર્થીઓમાંથી 1981 હાજર રહ્યાનું જાણવા મળેલ છે.

નવસારી જિલ્લામાં યોજાયેલી આ સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ. જેમાં નવસારી શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પોલીસ કર્મીઓ દ્વારા 18 કેન્દ્ર પર બંદોબસ્તથી સોશિયલ ડિસ્ટન્સ ધ્યાન રાખી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.