નસવાડી: ગતરોજ નસવાડીના સિંધીપાણી ગામમાં વિહકીયાભાઈ દહરિયાભાઈ ડુંગરા ભીલ (ઉંમર-62)ના ઘરમાં કાલે બપોરે 12:30 વાગે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી પણ રાહતની વાત છે કે કોઈ જાનહાની થઇ નથી.
મળતી માહિતી અનુસાર વિહકીયાભાઈ સરકારી કામથી નસવાડી ગયા હતા. ત્રણ દીકરા સૌરાષ્ટ્રમાં મજૂરી કામ માટે ગયેલા છે. શારીરિક રીતે અક્ષમ સંતુડીબેન (તેમનાં પત્ની)ઘરમાં એકલા હતા. તે દરમિયાન આગ લાગી હતી. ગ્રામજનોએ તેમને તો બચવ્યા પણ તે દરમિયાન તેમનો હાથ દાજી ગયો હતો. ઘરની સાથે આખા વરસનું અનાજ(તુવેર, ડાંગર, મકાઈ,અડદ, કોદરી વગેરે), પશુઓની ચારો અને ઘરમાં કાળી મજૂરી કરી એકઠા કરેલા પૈસા હતા તે પણ બળીને રાખ થઈ ગયું.
હાલમાં સ્થાનિક ગ્રામજનો આ પરિવારને મકાઈ, તુવેર અને અડદ આપવાનું નક્કી કર્યું છે પણ આ પરિવારને તાત્કાલિક ધોરણે ભોજન સામગ્રી, સૂકો નાસ્તો, કપડાં, વાસણો સાથે સાવ નિરાધાર બની ગયેલા પરિવારને હિંમત આપવા તેમનાં સપનાંનું ઘર તો નહીં આપી શકાય પણ ઘર ફરીથી ઉભું કરવા માટે સિમેન્ટની થાંભલીઓ અને પતરાનાં સહયોગની અપેક્ષા આ પરિવાર રાખી રહ્યો છે.