પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નર્મદા: આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના ચાપટ ગામે વર્ષોથી રસ્તા વીના ગ્રામજનો ઝઝૂમી રહ્યા છે. જેમાં મુખ્ય 6 કિલોમીટર લાંબો રસ્તો છે. જેમાં અવરજવરની ખૂબ તકલીફ પડે છે. જેથી ગ્રામજનો વારંવાર આંદોલન કરવા મજબૂર બન્યા હતા. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારનું શાસ્ત્ર ઉગમતા તંત્ર દોડતું થયું હતું અને ચૂંટણી પછી જિલ્લામાં પહેલું કામ તમારા ગામથી શરૂ કરવાનું વચન જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યા પટેલે ગ્રામ જનોને સાંત્વના આપી ચૂંટણી પરિણામ બાદ રોડની સમસ્યા દૂર થશે સરકાર દ્વારા આ રોડ મજુર કરવામાં આવ્યો છે.

રોડ મંજૂર થતાં કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવવાની કામગીરી શરૂ કર્યું ત્યાં વન વિભાગ ત્રાટક્યું અને કામગીરી બંધ કરાવી દીધી ગ્રામજનો ને લાગી રહ્યું છે કે આ રસ્તો નહિ થાય પણ તંત્ર પરવાનગી લઈને સોમવારથી ફરી કામ ચાલુ થાય એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ગરુડેશ્વરના ગુલાવાણીથી ચાપટ ગામના લોકોની માંગને લઈને સરકાર દ્વારા ગુલવાનીથી ચાપટનો રસ્તો બનાવવા માટે 80 લાખ મંજુર કર્યા હતા. તંત્રના જણાવ્યા પ્રમાણે 21 મેં 2020 ના રોજ કોન્ટ્રાકટરને વર્ક ઓડર આપવામાં આવ્યો હતો. પરંતુ તેમણેે કામ ચાલુ કર્યું નહીં અને ગ્રામજનો ને એમ કે રસ્તો બનશે નહિ એટલે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે ના.કા ઈજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત સી.કે સોની પોતાની ટીમ લઈને ચાપટ ગામે જઈને ગ્રામજનોને સમજાવ્યા અને 6 માર્ચથી કામગીરી ચાલુ કરવામાં આવશે એવી લેખિત બાંહેધરી આપવામાં આવી એટલે ગ્રામજનો એ મતદાન કર્યું. હવે જયારે કોન્ટ્રાક્ટરે કામગીરી ચાલુ કરી જેસીબી મશીન મુક્યા ત્યારે વન વિભાગે કામ અટકાવ્યું છે.

ગ્રામજનો નું કહેવું છે કે અમારા રસ્તામાં વન વિભાગ રોડા નાખે છે વર્ષો બાદ અમારા ગામમાં રસ્તો મંજૂર થયો છે ત્યારે હવે અમારા ગામમાં રસ્તો ન બને અને આદિવાસીઓ રસ્તા વિહોણા રહે તેના માટે વનવિભાગ રસ્તાનું કામ અટકાવી રહ્યા છે. ગામમાં રસ્તો બને અમારા ગામના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે બહાર જઈ શકે હવે સરકારને અપીલ છે કે અમારા ગામનો રસ્તો જલ્દી થી શરૂ કરવામાં આવે.

ચાપટ ગામના રહેવાસી કાંતિભાઈ તડવીનું કહેવું છે કે અમે વર્ષો થી આ રસ્તાની રાહ જોઈએ છે. કે રસ્તો થાય તો અમારા ગામમાં એમ્બ્યુલન્સ, બસ સરળતા થી આવી શકે અને શહેર સાથ જોડાઈ શકીએ તેના માટે સરકાર અને નર્મદા જિલ્લા પ્રશાસનને રજૂઆત પણ કરી કેટલાય આંદોલનો કર્યા, હવે 10 મહિના પહેલા વર્કઓડર આપી દીધા હોય છતાં કામગીરી કોન્ટ્રાક્ટરે કરી નહીં એટલે તેને રસ નથી બાકી અમારી પરિસ્થિતિ વન વિભાગ જાણતું હોવા છતાં આજે વર્ષોબાદ આજે રોડ ગામમાં આવી રહ્યો છે ત્યારે વન વિભાગ વાળા બીટગાર્ડ બેન બંધ કરવા આવી ગયા અરે રસ્તો બને છે. ભાઈ આમાં સુ મંજૂરી બીજે નીતિનિયમો કેમ આ લોકો ને યાદ નથી આવતા.અને અહીંયા.મંજૂરી માંગો છો